પુવૅ વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ મુખ્યમંત્રીને લખેલો પત્ર
જામનગરના કાલાવડ નાકા થી કલ્યાણ ચોક સુધીનો બ્રીજ ખુબ જ બિસ્માર હાલતમાં છે તેથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તાત્કાલિક આ પુલનું સમારકામ અથવા નવો પુલ બનાવવા આવે તેવી માંગ વિપક્ષના નેતા અલ્તાફ ગફારભાઈ ખફીએ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને કરી છે.
આ પત્રમાં જણાવ્યા મુજબ કાલાવડ નાકા થઈ ને કલ્યાણ ચોક સુધી નો બ્રીજ જે ૧૯૮૨માં બન્યો હતો આ બ્રીજ ઉપર દરરોજ ૨૦ હજાર લોકો અવર - જવર કરે છે.આ બ્રીજ ધોરાજી , કાલાવડ , જુનાગઢ , રાજકોટ બધા રસ્તાઓને જોડતો આ એક માત્ર બ્રીજ છે . જેમાં ટુ - વ્હીલર , ફોર- વ્હીલર , એસ.ટી.બસ , ખાનગી બસો પસાર થાય છે.અવાર - નવાર ટ્રાફિક જામ થાય છે , બ્રીજ એકદમ જર્જરિત છે ગમે ત્યારે અકરમાત થાય તેનો ભય છે .આ બ્રિજની ઉંચાઈ ૭૦ થી ૮૦ ફૂટ જેટલી છે બ્રીજ નીચે પાણી ભરેલું છે. આ બ્રીજ પર અકસ્માત થવાની શક્યતા ખૂબ જ છે.
હાલ આ પુલ પર ઘણી જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું છે અને કટાયેલી લોખંડની ફ્રેમના સળિયા પણ અમુક જગ્યાએ દેખાવા લાગ્યા છે આ બ્રીજ વર્ષો જુનો છે તેથી અંદરથી ખોખલો થઈ ગયો છે હાલ આ પુલ અતિ બિસ્માર હાલતમાં છે.થોડા દિવસોમાં જ ચોમાસાની શરૂઆત થવાની હોય વધુ વરસાદ પડે તો આ પુલ પર મોટી જાનહાની થવાની શક્યતા છે . આ પુલ જુનો છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ કોઈ સમારકામ કે કોઈ યોગ્ય કાર્યવાહી કરેલ નથી.ગમે ત્યારે અકસ્માત બને તે પહેલા આ પુલનું સમારકામ થાય અથવા નવો પુલ બનાવવાની જરૂર પડે તો નવો બનાવવામાં આવે તેવી લાંબા સમયથી અમારી રજૂઆત હોવા છતાં પુલનું કામ હજુ સુધી થયું નથી .પુલ પર કોઈ મોટો અસ્માત બને તો જવાબદારી કોની રહેશે ? માટે આ બ્રીજ ને રીનોવેશન અથવા નવો બનાવવા અમારી રજૂઆત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech