બે શખ્સની ધરપકડ : છકડો રીક્ષા સહિતનો મુદામાલ રીકવર
જામજોધપુર વિસ્તારમાં ધાણા અને જીના બાચકાઓની ચોરી કરનાર બે શખ્સોને સ્થાનીક પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી ભેદ ઉકેલી નાખ્યો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી.દેવધાએ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના બનાવો ઉકેલવા સુચના કરેલ હોય જે અન્વયે જામજોધપુર પીઆઇ એ.એસ. રબારીના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ટેકનીકલ તથા હયુમન સોર્સના આધારે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં બીએનસ કલમ 305, 331(4), 54 મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જે ચોરીમાં ગયેલ મુદામાલ એક છકડા રીક્ષામાં ભરી રીક્ષા ચાલક પાર્થ રાવલ રહે. જામજોધપુરરવો લઇ ગયેલની ચોકકસ હકીકત મળેલ હોય અને જામજોધુપરથી ભાયાવદર તરફ ગયેલ હોય જેની વોચ તપાસમા હતા.
દરમ્યાન છકડો રીક્ષા નં. જીજે10ટીઝેડ-2461વાળો જામજોધપુર કોલેજ તરફથી જામજોધપુર ગામમાં આવતો હોય જેની વોચ તપાસમા કળશ સર્કલ પાસે સ્ટાફના માણસોએ ઉપરોકત નંબરની રીક્ષા નીકળતા તેને રોકી પોલીીસ સ્ટેશન ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે ગયેલ મુદામાલ બાબતે પુછપરછ કરતા પોતે તથા સાગર બકોરી રે. જામજોધપુવાળા બંનેએ સાથે મળી રાત્રીના સમયે વાડીમા આવેલ મકાનના તાળા તોડી ધાણા તથા જીની ચોરી કરી હોવાની કબુલાત આપેલ અને મુદામાલ પોતાી છકડા રીક્ષામાં નાખી વેચી નાખેલનુ જણાવતો હોય તે તમામ મુદામાલ રીકવર કરી આ કામના બંને આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપી સગરપાના પાર્થ સારથી વિનોદરાય રાવલ અને દોઢીયાવાડી માતીપાર્કમાં રહેતા સાગર વિનોદ બકોરીની અટક કરીને બંને સામે આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech