તબીયત સારી: એન્જીયોગ્રાફી સહિતના વિશેષ પરીક્ષણ કરવા માટે આજે સવારે કાર્ડીયાક વેનમાં લઇ જવામાં આવ્યા
જામનગરના કલેકટર બિજલ શાહને બે દિવસ પહેલા મોડી રાત્રે માઇનોર હાર્ટએટેક આવ્યા બાદ તેને તાત્કાલીક અસરથી જી.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તેમની તબીયત સુધારા ઉપર છે પરંતુ વધારાના રિપોર્ટ માટે કલેકટરને જી.જી.હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ કાર્ડીયાક વેનમાં અમદાવાદ વધારાના રિપોર્ટ માટે ગયા છે.
જાણવા મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા જિલ્લા કલેકટર બિજલ શાહને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને તાત્કાલીક અસરથી જી.જી.હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં લઇ જવાયા હતાં જયાં અધિક ડીન ડો.એસ.એસ.ચેટરજી અને જાણીતા કાર્ડીયોલોજીસ્ટ પુજન શાહ દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી, આજે સવારે 8 વાગ્યે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વધુ રિપોર્ટ કરાવવા માટે ખાસ કાર્ડીયાક વેનમાં લઇ જવામાં આવ્યા છે.
ડોકટરોના જણાવ્યા મુજબ તેમની તબીયત ખુબ જ સારી છે, પરંતુ એન્જીયોગ્રાફી સહિતના અનેક પરીક્ષણ કરવા માટે તેઓને અમદાવાદ મોકલવાનું નકકી કરવામાં આવ્યું છે, કલેકટરની તબીયત લથડતા જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કલેકટર કચેરીનો સ્ટાફ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, અધિક કલેકટર ભાવેશ ખેર સહિતના અગ્રણીઓએ કલેકટરની તબીયતની જાણકારી મેળવી હતી. હોસ્5િટલમાં ડીન ડો.નંદીની દેસાઇ, અધિક્ષક ડો.તીવારી સહિતના અધિકારીઓએ સતત કાળજી રાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech