ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલા સોનલ માતાજીના મંદિર પાસે સરકારી નેત્રમ લોકેશનના પોલ પાસે અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલા વાછરા ડાડાના મંદિર પાસે રહેતા રાહુલ લખમણભાઈ સાલાણી નામના શખ્સ દ્વારા પોતાનું જી.જે. 37 વી. 0022 નંબરનું બોલેરો વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, નેત્રમના પોલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે જંકશન બોક્સ, કેન્ટીલીવર, ફિક્સ કેમેરા, કેબલ, સહિતના ઉપકરણોમાં વ્યાપક નુકસાની થવા પામી હતી.
બોલેરોની ટક્કરના કારણે નેત્રમ લોકેશનના પોલમાં કુલ રૂપિયા 1,21,860 ની કિંમતની સરકારી મિલકતને નુકસાન થવા સબબ પોલીસ કર્મચારી જેઠાભાઈ નારણભાઈ કરંગીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો ચાલક રાહુલ સાલાણી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં આપ દ્વારા હોસ્પિટલમાં થતી ગેરરીતિ સંદર્ભે આવેદન અપાયું
November 19, 2024 11:56 AM'કંતારા 2' નું અમેઝિંગ ટીઝર રિલીઝ
November 19, 2024 11:56 AMશોભિતા સોનાની જરીની કાંજીવરમ સાડી પહેરી ફેરા લેશે
November 19, 2024 11:54 AMખંભાળિયામાં આજે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદનું આયોજન
November 19, 2024 11:51 AMયુવાનના પ્રેમ લગ્નનો ખાર રાખી પૂર્વ સસરા સહિત બે શખ્સો દ્વારા પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો
November 19, 2024 11:48 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech