મહીસાગરના કલેકટર પદેથી સરકારે જામનગર બદલી કરી
રાજ્ય સરકારે બે દિવસ પહેલા પ૦ જેટલા આઇએસ અધિકારીની બદલી કર્યા બાદ બીજા દિવસે બે અધિકારીઓની બદલી કરી હતી, જામનગરના કલેકટર બીજલ શાહને વડોદરાના કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે, જ્યારે જામનગરમાં નિમણુંક પામેલા ભાવિન કે. પંડ્યાએ આજે જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
જાણવા મળતી માહિતી મુજબ ભાવિન પંડ્યા મહિસાગરમાં કલેકટર તરીકે કાર્યરત હતા, ત્યાંથી તેમની જામનગર બદલી કરાઇ છે, થોડા સમય પહેલા પૂર્વ કલેકટર બીજલ શાહને હળવો હાર્ટએટેક આવ્યા બાદ તેઓ રજા ઉપર ગયા હતા ત્યારબાદ તેઓને વડોદરા ખાતે નિમણુંક આપવામાં આવી હતી, નવા કલેકટરે લગભગ સૌરાષ્ટ્ર બાજુ ફરજ બજાવી નથી, તેવું પણ જાણવા મળે છે, લગભગ એકાદ વર્ષનો સમયગાળો તેમના નિવૃત થવાને બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં તેઓ જિલ્લા કલેકટર તરીકે કામગીરી કરશે. આમ જામનગરને ૯ માસ બાદ નવા કલેકટર મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech