જગામેડી ગામમાં રહેતા ખેડૂત બંધુઓ પર હુમલો

  • April 01, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિતરાઈ ભાઈ અને કાકા સામે હુમલા ની ફરિયાદ


જામનગર તાલુકાના જગા મેડી ગામમાં રહેતા બે ખેડૂત ભાઈઓ પર જમીનના પ્રશ્ને હુમલો કરાયો છે, અને તેના જ બે પિતરાઈ ભાઈ તથા કાકાએ હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જગા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સાહિલ અબ્બાસભાઈ ખેરાણી નામના ૨૮ વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ રિઝવાન ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ કાકા યુસુફ આમદભાઈ ખેરાણી, તેમજ પિતરાઈ ભાઈ સમીર યુસુફભાઈ ખેરાણી અને સાહિલ યુસુફભાઈ ખેરાણી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સાહિલ અને આરોપી યુસુફભાઈ કાકા ભત્રીજા વચ્ચે ખેતીની જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે, તેના મન દુઃખના કારણે પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application