શૈક્ષણિક સંસ્થાના ડાયરેકટરની ચેમ્બરમાં ઘુસી શખ્સોનો હુમલો

  • April 16, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની એક શૈશણીક સંસ્થામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોલેજમાં શિસ્ત વિરોધી વર્તન કરતો હોય જેને લઈ અગાઉ તેની પાસે માફી પત્ર લખાવાયો હતો. અને તેના પિતા અને ભાઈ સાથે એડમિશન કેન્સલ કરાવવા આવ્યા બાદ વિદ્યાર્થી અન્ય બે શખ્સ સાથે આવી કોલેજના ડાયરેકટરની ચેમ્બરમાં ઘુસી ડાયરેકટર પર હિંસક હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી, છરીનો ઘા મારવાનો પ્રયાસ કરી ફરાર બનતા ચકચાર મચી જવા પામી હતી. જે મામલે ત્રણ શખસ સામે ગુનો નોંધાયો હતો.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ખોડીયાર હોલની સામે ખાંચામાં રહેતા શૈશણીક સંસ્થાના ડાયરેકટર સંદિપસિંહ જયજંતસિંહ વાળાએ વરતેજ પોલીસ મથકમાં કોલેજમાં પોલીટિકલ સાઈન્સના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (રે. ચંદ્રોદય પાર્ક, મિલેટ્રી સોસાયટી પાછળ, ચિત્રા) અને બે અજાણ્યા શખસ સામે એવી ફરીયાદ નોંધાવી હતી કે, વિશ્વરાજસિંહ કોલેજમાં અવાર નવાર શિસ્ત વિરોધનું વર્તન કરતા હોય જેથી તેની પાસેથી માફી પત્ર લખાવવામાં આવ્યો હતો. 
આ કારણથી વિદ્યાર્થીના પિતા અને ભાઈ રવિરાજસિંહ કોલેજ આવ્યા હતા. વિશ્વરાજસિંહની ફરીયાદ અવાર નવાર રહેતી હોય જેથી તેના વાલી એડમિશન કેન્સલ કરાવવા આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન તેના પિતા અને ભાઈની હાજરીમાં તેઓને આજે તમારો સમય છે. કાલે તમે બહાર નિકળો એટલે હુ તમને બઘાને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી.
ત્યાર બાદ વિશ્વરાજસિંહ અને બે અજાણ્યા શખ્સે  તેની ઓફિસમાં આવી તેના પર હુમલો કરી ઢીંકાપાટુનો આડેધડ માર મારી વિશ્વરાજસિંહે નેફામાંથી છરો કાઢી તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. તે વેળાએ અન્ય સ્ટાફ આવી જતા વિશ્વરાજસિંહે તમે બહાર નિકળશો એટલે હુ તમને જાનથી મારી નાખીશ તમારાથી થાય તે કરી લેજો તમારે જેને કહેવુ હોય એને કહી દેજો હુ તમને છોડીશ નહી તેવી ધમકી આપી નાસી છુટ્યા હતા. કોલેજમાં ડાયરેકટર ઉપર હુમલાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પોલીસેને જાણ કરતા પોલીસ ટીમ કોલેજ દોડી આવી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને વરતેજ પોલીસે તમામ સામે બીએનએસ એક્ટ ૧૧૫(૨), ૩૫૧(૨), ૫૪, તેમજ જીપી એક્ટ ૧૩૫, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application