ખંભાળિયાનો ઘી ડેમ 80 ટકા જેટલો ભરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા બે- ત્રણ દિવસથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેને પગલે જિલ્લાના અનેક નદી, તળાવ અને ડેમો છલકાઈ ઓવરફ્લો થયા હતા.
આના અનુસંધાને તંત્ર દ્વારા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ શેઢા ભાડથરી ડેમ સહિતની મુલાકાત લઈ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો કાનપર શેરડી, ચપર, ચુર, માંગરીયા, હરીપર ગામના નાગરિકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેતી રાખવા અવગત કરવામાં આવ્યા હતા.
આ વચ્ચે તંત્ર દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલી વધુ વિગત મુજબ ભાણવડ તાલુકાનો મીણસાર ડેમ 80 ટકા તેમજ કબરકા ડેમ હાલ મહદ અંશે ભરાઈ ગયો હોવાથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સ્થાનિકોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લાના મોટા ગણાતા અને ખંભાળિયાના મહત્વના એવા ઘી ડેમની સપાટી પણ 80 ટકાથી વધુ ભરાઈ જતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ
November 19, 2024 07:07 PMબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech