ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા મેહુલ કમલેશભાઈ પરમાર નામના યુવાન સાથે ગત તારીખ 25-07-2024 ના રોજ રાત્રિના સમયે બોલાચાલી કરી, તેમને ગાળો કાઢીને બળજબરીપૂર્વક બાવડું પકડી અને પોતાના મોટરસાયકલ પર બેસાડીને અપહરણ થયાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમાં આરોપીઓએ મેહુલને પોતાના ઘરે લઈ જઈને અહીં રહેલા અન્ય આરોપીઓએ સાથે મળીને તેમને ઢોર માર મારી, ગાળો ભાંડીને તેમના પેન્ટના ખિસ્સામાં રહેલા પાકીટમાંથી રોકડ રકમ લઈ, રૂ. 2,000 ની લૂંટ ચલાવ્યાની ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં આરોપી રાહુલ ધનાભાઈ રોશિયા અને દેવશી ધનાભાઈ રોશિયા દ્વારા દ્વારકાની એડિશનલ સેશન્સ અદાલતમાં આગોતરા જમીન માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ધમકી આપી, ગાળો કાઢી હોવાનું વધુમાં ખુલવા પામ્યું હતું. જેથી આરોપીઓને આગોતરા જામીન ન મળે તે અંગે મૂળ ફરિયાદીએ તેમના વકીલ મારફતે અદાલત સમક્ષ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રકરણમાં આરોપી તરફે વિદ્વાન વકીલ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા વિગેરેની દલીલોને ધ્યાને લઈને દ્વારકાના એડિશનલ જજ શ્રી કે.જે. મોદી દ્વારા ઉપરોક્ત બંને આરોપીઓના જામીન મંજૂર કરી, તેઓને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech