જામનગરના એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન ારા નિશાનબાજ ખેલાડીઓ માટે અતિઆધુનિક સુવિધા સાથેની કેદાર લાલ શુટીંગ એકેડેમી બનાવવામાં આવી...
જામનગર શહેરમાં અનેકવિધ સેવાકીય કાર્ય કરતી સંસ્થાઓ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન ારા સમયાંતરે જામનગર શહેરમાં શૈક્ષ્ાણીક, તબીબી સહાય, ધાર્મિક, સામાજીક-રાષ્ટ્રીય, સ્વાસ્થ્ય અને પયર્વિરણલક્ષ્ાી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં જામનગર શહેરના રમતવીરો માટે વધુ એક નજરાણું શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કેદાર લાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ્ા બનાવેલ છે. જેમાં પ્રથમ જ પ્રવૃતિ ખાસ નિશાનબાજ ખેલાડીઓ માટે ભવ્ય અતિઆધુનિક સુવિધા સાથેની કેદાર લાલ શુટીંગ એકેડેમીનું ઉધાટન કરવામાં આવેલ છે.
જામનગર ખાતે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે, 4પ મીટર રોડ પર શ્રીજી કોમ્શીર્યલ સેન્ટર ખાતે લાલ પરિવાર ારા કેદાર લાલ ર્સ્પોટસ કોમ્પલેક્ષ્ા બનાવવામાં આવેલ છે. જયાં ગત શનિવાર તા.ર9-06-ર0ર4ના રોજ કેદાર લાલ શુટીંગ એકેડમીનું ભવ્ય ઉધાટન ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશનના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ જામનગર જીલ્લાની ત્રીજી ડીસ્ટ્રીકટ કોમ્પટીશનની શરૂઆત માન.શ્રી અજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી.
આ શુટીંગ એકેડેમીના ઉધાટન પ્રસંગે માન.શ્રી અજયભાઈ પટેલ, સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલ, મિતેષ્ાભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ નિશાન તાક્યા હતા.
બન્ને સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે આ પ્રસંગે જણાવેલ કે, જામનગર શહેરમાં જરૂર પડયે ત્યારે લાલ પરિવારના અમારા પારિવારીક ટ્રસ્ટો ારા હરહંમેશ સેવાકીય અનેક પ્રવૃતિઓ કરવામાં આવે જ છે. થોડા સમય પહેલા જ જામનગરમાં કેદાર લાલ સીટી ડિસ્પેન્સરી પણ બનાવી આપેલ છે જયાં અનેક દર્દીઓ સારવાર લઈ રહયા છે. જયારે આજે જામનગરના યુવા વર્ગોને ધ્યાનમાં રાખી રમતવીરો માટે અમો કેદાર લાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ્ાનું આયોજન કરેલ છે. જેમાં અમારી પ્રથમ પ્રવૃતિ કેદાર લાલ શુટીંગ એકેડેમીનું આજ રોજ ઉધાટન કરેલ અને નિશાનબાજ રમતવીરો માટે આજે જ અહીં જામનગર જિલ્લાની ત્રીજી ડીસ્ટ્રીકટ કોમ્પીટીશનનું પણ આયોજન કરેલ છે. અને સમયાંતરે આ કેદર લાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ્ામાં સ્પોર્ટસની પ્રવૃતિઓ આર્ચરી, કરાટે, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડી, ખો-ખો, બેડમીન્ટ, ટેબલ ટેનીશ સાથેની પ્રવૃતિઓ રમતવીરો માટે ચાલુ કરવાના છીએ જેનો લાભ જામનગર શહેરના રમતવિરો લે અને સ્પોર્ટસ ક્ષ્ોત્રે ગુજરાત અથવા રાષ્ટ્રીય કક્ષ્ાા અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના મેળવે તેવી અમારા ટ્રસ્ટ વતી હું લાગણી વ્યક્ત કરૂં છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની દરેડ ૧૦૮ ની ટીમની પ્રમાણિકતા
November 20, 2024 01:02 PMબંધ કારખાનાના માલીકના નામે જી.એસ.ટી. કૌભાંડ કરનાર મેતાજીને જામીન મુકત કરતી અદાલત
November 20, 2024 01:00 PMએસ.ટી. કંડક્ટર અને ડ્રાઈવરની સુંદર કામગીરી
November 20, 2024 12:57 PMશિયાળુ પાક માટે જરૂરી ડીએપી ખાતર નહીં મળતા ધરતીપુત્ર ફરી મુકાયા ચિંતામાં
November 20, 2024 12:54 PMછેલ્લા ૧૦ દિવસથી ઓખામાં પાણી વિતરણ બંધ હતું તે આજથી શરૂ
November 20, 2024 12:50 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech