ખંભાળિયા શહેરના વર્ષો જુના યક્ષપ્રશ્ન સમાન રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ગાય-બળદના ઝૂંડ જોવા મળતા નગરમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
ખંભાળિયા શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ધણીયાતા તથા નધણીયાતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગૌવંશના રસ્તા પર જોવા મળતા ડેરા-તંબુથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને અહીંના ટ્રાફિકથી વ્યસ્ત એવા નગર ગેઈટ, જોધપુર ગેઈટ, ચાર રસ્તા, નવાપરા, વિગેરે માર્ગો પર મોટી સંખ્યામાં આવા પશુઓના ઝુંડ જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને ઢિંકે ચડાવતા વૃદ્ધા સહિતના મોત નિપજયાના બનાવ પણ બની ચૂક્યા છે. પરંતુ જવાબદાર તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. ત્યારે હવે શહેરના વર્ષો જૂના એવા આ પ્રશ્નનો ક્યારેય નિકાલ આવશે કે કે નહીં? તેવો સવાલ સુજ્ઞ નગરજનો પૂછી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિકાંડના આરોપી મનપાના ઇજનેર ચૌધરીની જામીન અરજી ફગાવી દેવાઇ
November 19, 2024 03:31 PMબોલિવૂડમાં નેપોટિઝમ છે અને હિટ સોંગ્સની કોપી–રિમિકસ પણ થાય છે, જે ચાલે તે હિટ: અમાલ મલિક
November 19, 2024 03:28 PMવિપક્ષે રોગચાળાની ચર્ચા માગી, શાસકોએ વાતોમાં સમય વેડફયો
November 19, 2024 03:26 PMઆ રાજ્યમાં શરૂ થઈ ભારતની પ્રથમ ઓનલાઈન કોર્ટ, 24 કલાક ચાલશે સુનાવણી
November 19, 2024 03:18 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech