ગુજરાત, રાજસ્થાન, કણર્ટિકમાં એટીએમમાં છેડછાડ કરીને નાણા તફડાવ્યા : એલસીબીએ પકડી પાડી શખ્સો સામે ગેંગ કેસ નોંઘ્યો : રોકડ, કાર, હથિયારો અને મોબાઇલ કબ્જે
ગુજરાત, રાજસ્થાન, કણર્ટિક રાજયમાં અલગ અલગ જીલ્લામાં એટીએમમાં છેડછાડ કરીને 50થી વધુ ચોરીને અંજામ આપનાર ગેંગ પકડાઇ છે, ઉલ્લેખનીય છે કે જામનગરના શ સેકશન રોડ અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા એટીએમમાં છેડછાડ કરીને ખાતામાંથી રોકડ રકમને તફડાવી લેવાની ફરીયાદો દાખલ થઇ હતી એલસીબીની ટુકડીએ સીસી ફુટેજના આધારે તપાસ કરીને આંતરરાજય ગેંગને પકડી પાડી છે. આ શખ્સો સામે ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરીને પીયા કાઢી લેતા હોવાના બનાવો સામે આવતા એસપી પ્રેમસુખ ડેલુ, ઇન્ચાર્જ એસપી વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ, એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆરઇ મોરી, પીએસઆઇ પટેલ અને સ્ટાફ દ્વારા આ દિશામાં સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એલસીબીના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, કાસમભાઇ, ષીરાજસિંહને બાતમીદારોથી હકીકત મળેલ કે એટીએમના કેસ ડીસ્પેન્શરમાં છેડછાડ કરીને પીયા ચોરી કરી ગેંગના ત્રણ ઇસમો સંગઠીત ટોળકી બનાવીને સેલ્ટોસ કાર નં. જીજે18બીએમ-6869 લઇને શહેરના પંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસેના રોડ પર આવેલ છે અને અહીં એટીએમમાંથી પૈસા કાઢવાની તૈયારી કરવા આંટાફેરા કરે છે. જેથી આ બાતમીના આધારે ત્યાં દોડી જઇ રાજસ્થાન બીકાનેરના ડુંગરગઢ તાલુકાના કલ્યાણસર ગામના પુનમખાન ડયાલખાન માલીયા, કલ્યાણસરના રામપ્રકાશ રામકરણ ગોદારા, રાજસ્થાનના બાડસર ગામના ગૌરીશંકર ગીરધરલાલ સુથારને પકડી લીધા હતા. તપાસમાં ધાનેરુ ગામના હરમનરામ નથુરામ ભાકરની સંડોવણી ખુલી હતી જેની તપાસ ચાલુ છે.
એલસીબીએ 47500ની રોકડ, સેલ્ટોસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટર, ફેવીકવીક, પીવીસી પટ્ટીઓ, એટીએમ કાર્ડ, 3 મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે સીટી-બી ડીવીઝન અને સીટી-સી ડીવીઝનના બે ગુનાહો ઉપરાંત 15 દિવસ પહેલા જયપુર એરપોર્ટ પાસે, ભીલવાડા, ચિતોડગઢ, રાજસ્થાન હોસ્પીટલ પાસે, ઉદયપુર હોટલની બાજુમાં, ઉદયપુર બેંક પાસે, પીએનબી બેંક, અમદાવાદ બાપુનગર, વસ્ત્રાલ બેન્ક પાસે, રાજીવપાર્ક અમદાવાદ, દસ દિવસ પુર્વે અમદાવાદના અકબરનગર, સીટીએમ આરટીઓ સર્કલ અમદાવાદ, સીટી વર્કશોપ, રાજીવપાર્ક પાસે બે, અમદાવાદ શહેર, અમદાવાદ આરટીઓ સર્કલ નજીક, રાજકોટ ત્રિકોણ બાગ પાસે 3 એટીએમ, રાજકોટ આઇસીઆઇસીઆઇ બેંક નજીક, વડોદરા જકાતનાકા પાસે, વડોદરા મોટા બ્રીજ પાસે, નળીયાદ શહેરમાં 2, ત્રણેક મહિના પહેલા બાપુનગર, વસ્ત્રાલ, રાજીપાર્ક, આરટીઓ સર્કલ, સીટીએમ વિસ્તારમા અલગ અલગ 15 એટીએમ, બેંગલોર શહેરની અલગ સોસાયટીઓ પાસે, સચિન જીઆઇડીસી વિસ્તાર, સુરત ઉધના વિસ્તાર, રાજકોટના કુવાડવા પારેવડી ચોક, સંદેશનગર, માલવીયાનગર, એસ્ટ્રોન ચોક, પેડકનગર, આર્યનગર જેવા વિસ્તારના એટીએમ.
જામનગરના અંબર સીનેમા રોડ પર જુલાઇ 2024ના મહીનામાં તેમજ દસેક દિવસ પહેલા રાજકોટ ત્રિકોણબાગ આજુબાજુના એટીએમ અને અમદાવાદના અલગ અલગ વિસ્તારના એટીએમમાથી ચોરી કરેલ છે. આમ આરોપીઓ દ્વારા અલગ અલગ જીલ્લાના 50થી વધુ એટીએમ મશીનમાં છેડછાડ કરીને આશરે સાડા ચાર લાખથી વધુની રકમ ચોરી કયર્નિું તપાસમાં ખુલ્યુ છે. આરોપી ગૌરીશંકર બારડોલી અને નવસારીમાં બે ગુનામાં સંડોવાયેલો છે.
ભેજાબાજ ટોળકીની અનોખી કરામત
આ ટોળકીની એમઓ ભેગા મળી કોઇ એટીએમને ટાર્ગેટ કરે પછી એટીએમના કેસ ડીસ્પેન્સર પર તેના માપની અને તેને મળતી કલરની પ્લાસ્ટીકની પટ્ટી ફેવીકવીક વડે ચોટાડી દેતા અને કોઇ એટીએમ ધારક મમાં પીયા ઉપાડવા કાર્ડ નાખતા પીયા કેશ ડીસ્પેન્શરમાથી બહાર ન નીકળતા આથી ધારક એટીએમ મમાંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમ મમાં જઇને પોતે લગાવેલી પ્લાસ્ટીકની પટ્ટી ઉખેડી કેશ ડીસ્પેન્શરમાં પીયા લઇને ચોરી કરી જતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech