મ્યુ. કમિશ્નરે આદેશ આપ્યા બાદ ટીપીઓ, એસ્ટેટ, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને કેટલાક વિસ્તારોમાં પણ પોલીસનું ચેકીંગ: શહેરમાં માત્ર 163 સ્થળોએ ફાયરની એનઓસી લેવાઇ: સ્કુલ કોલેજ અને હોસ્પિટલનું પણ ચેકીંગ
રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ રાજય સરકારે તમામ મ્યુ.કમિશ્નરોને વિગતો સાથે ગાંધીનગર આવવા જણાવી દીધું છે, શહેરમાં એક ગેમ ઝોન સહિત 14 સ્થળોએ તમામ 16 વોર્ડમાં કોર્પોરેશનની એસ્ટેટ શાખા, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને કેટલાક વિસ્તારોમાં પોલીસને સાથે રાખીને ચેકીંગ કરવામાં આવ્યું હતું, ખાનગી હોસ્પિટલ, સરકારી શાળા, ટયુશન કલાસીસ અને હોસ્પિટલોમાં પણ ચેકીંગ કરાયું છે જેમાં 163 સ્થળોએ ફાયરની એનઓસી લેવામાં આવી છે, 2023માં ફાયરના એકટમાં સુધારો થયા બાદ પણ આ પ્રકારના બનાવો બનતા હોય આગામી દિવસોમાાં નવો કાયદો પણ આવી શકે છે, શહેરમાં કેટલાક વિસ્તારોમાં જાહેર રસ્તા પર, ખાનગી પ્લોટોમાં રેસ્ટોરન્ટ થઇ ગયા છે જેમાં મોટાભાગના પાસે ફાયરની એનઓસી ન હોવાનું ખુલ્યું છે.
મ્યુ.કમિશ્નર દિનેશ મોદીની સુચનાથી સીટી ઇજનેર ભાવેશ જાની, એટીપીઓ ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની, ફાયર બ્રિગેડના કે.કે.બિશ્ર્નોઇ, સી.કે.પાંડીયન, રાણા, લાઇટ વિભાગના મહેતા, એસ્ટેટ વિભાગના મુકેશ વરણવા, નિતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતના લોકોની ટીમ દ્વારા 16 વોર્ડમાં ચકાસણીની કામગીરી શ કરી દેવામાં આવી છે, મોટાભાગે ફાયરની એનઓસી ન હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે.
ખરી રીતે જામનગરની કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટોમાં ઘર વપરાશના રાંધણગેસના સિલીન્ડરનો વપરાશ થતો હોવાની પણ ફરિયાદો ઉઠી છે, આ અંગે પણ તપાસ કરવાની જર છે, આ ઉપરાંત અમુક સ્થળોએ દબાણો કરવામાં આવ્યા છે, એટલું જ નહીં ફુટપાથો પર ટેબલ-ખુરશી પણ પાથરી દેવામાં આવ્યા છે, આ બધુ એસ્ટેટ વિભાગને કેમ દેખાતું નથી ? તેવો પ્રશ્ર્ન પણ લોકોમાં ઉઠયો છે.
રાજય સરકારે બે દિવસથી તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં સેફટીની વ્યવસ્થા શું છે તે અંગે પણ તપાસ કરીને મ્યુ.કમિશ્નરને સરકારમાં સીધો રિપોર્ટ કરવા જણાવી દેવામાં આવ્યું છે, ખાસ કરીને ગેમ ઝોન, હોટલ, રેસ્ટોરન્ટ, સ્કુલ, કોલેજ, ખાનગી હોસ્પિટલ, વિડીયો ગેમ પાર્લર, કોમર્શીયલ કોમ્પલેક્ષ કે જયાં વધુ ભીડ એકત્ર થતી હોય તે તમામ સ્થળોએ ફાયરની એનઓસી લેવાઇ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવા માટે 8 ટીમોએ સર્વે શ કર્યો છે.
જે સ્થળોએ ફાયરની મંજુરી નથી લેવાઇ તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી થશે: કે.કે.બિશ્ર્નોઇ
કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી તમામ વોર્ડમાં ચેકીંગની કાર્યવાહી શ કરી દેવામાં આવી છે તેમાં મોટાભાગના સ્થળોએ ફાયરની એનઓસી લેવામાં આવી નથી તે અંગે આજકાલ સાથેની વાતચીતમાં ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્ર્નોઇએ જણાવ્યૂં હતું કે, જેમણે પણ મંજુરી લીધી નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે તે સમયે અમુક કિસ્સામાં ફાયરની એનઓસી લેવાની જર હોતી નથી, પરંતુ તે લોકોએ ફાયરના સાધનો તો વસાવવા જ પડે. હાલમાં જે રીતે કોર્પોરેશન દ્વારા ચેકીંગ શ કરી દેવામાં આવ્યું છે તેમાં જેમની પાસે ફાયરની કાયદેસરની મંજુરી નહીં હોય તેની સામે અમો કડક પગલા લેશું તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech