એકધારા વરસાદ પછી વરાપ: ખેડૂતોના જીવમાં જીવ આવ્યો

  • August 30, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શનિવારથી શ થયેલા વરસાદનું જોર ગઈકાલથી ઘટયું છે. આજે તો સૌરાષ્ટ્ર્રના મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળતા જનજીવન ફરી ધબકતું થયું છે. એકધારા ભારે વરસાદને કારણે ઘરમાં પુરાઈ રહેલા લોકો ગઈકાલે છૂટા છવાયા ઝાપટા પછી પણ થોડા ઘણા પ્રમાણમાં બહાર નીકળ્યા હતા. પરંતુ આજે તો સવારથી જ સૂર્યનારાયણના દર્શન થતાં જનજીવન પૂર્વવત્ થઈ રહ્યું છે.
આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હતું પરંતુ લઘુતમ તાપમાનનો પારો જે અત્યાર સુધી ૨૦ થી ૨૨ ડિગ્રી વચ્ચે હતો તે વધીને ૨૫ થી ૨૭ ડિગ્રી વચ્ચે આવી ગયો છે. આજે સવારે રાજકોટમાં ૨૪.૬ અમરેલીમાં કે ૨૫.૧ ભાવનગરમાં ૨૬ પોરબંદરમાં ૨૬.૪ સુરતમાં ૨૬.૬ વેરાવળમાં ૨૬.૭ અને સુરેન્દ્રનગરમાં ૨૫.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્ર્રના મોટાભાગના વિસ્તારોમાં આજે વાદળીયું વાતાવરણ જોવા મળ્યું નથી. જોકે હજુ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે અને તેના કારણે છૂટા છવાયા ઝાપટાની શકયતા ઊભી થઈ છે.
આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૨૨૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. પરંતુ આજે સવારે ૬ થી ૮:૦૦ વાગ્યાના પ્રથમ બે કલાકમાં માત્ર ૧૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.તેમાં સૌરાષ્ટ્ર્રમાં કચ્છ રાજકોટ મોરબી ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય ઝાપટા પડા છે. આ સિવાય અન્યત્ર વરસાદની ગેરહાજરી રહી છે. કચ્છ જિલ્લાના મુન્દ્રામાં એક ઈંચ ભુજ માં બે મિલીમીટર અબડાસમા એક મીલીમીટર વરસાદ નોંધાયો છે. દ્રારકામાં સાત મિલીમીટર પાણી પડું છે. રાજકોટ શહેરમાં એક અને જામકંડોરણામાં બે મિલીમીટર વરસાદ આજે નોંધાયો છે. મોરબી જિલ્લાના માળિયા અને વાંકાનેરમાં એક એક મિલીમીટર વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પણ એક મિલીમીટર વરસાદ નોંધાયો છે.
આજે પણ સૌરાષ્ટ્ર્રમાં છુટા છવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. પરંતુ સવારથી વરાપ નીકળતા જનજીવન ફરી ધબકતું થયું છે. છેલ્લા ચાર દિવસથી શાળા કોલેજો વેપાર ધંધા ઓફિસો બધં રહી ગયા પછી આજે તે ખુલ્યા છે.
શહેરી વિસ્તારોમાં સેલરોમાં પાણી ભરાવાની અનેક ઘટના બની હોવાથી આજે વરસાદ થંભી જતા શેલરમાં ભરાયેલા પાણી કાઢવાની કામગીરી ચાલુ રહી હતી અને તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી વહેતા જોવા મળ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application