બોગસ લાઇસન્સના આધારે હથિયારો-કારતૂસ ખરીદીનો આંક પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય કોર્ટમાં એટીએસએ કરેલી એફિડેવિટમાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે, મુખ્ય આરોપીઓએ ગુજરાતમાં 150થી 200 બોગસ લાઇસન્સ અપાવ્યા હતા. જેના આધારે મોટાપાયે હથિયારો-કારતૂસની ખરીદી થઇ છે. હાલ પોલીસે જપ્ત કરેલા હથિયાર એફએસએલમાં મોકલી આપ્યા છે, પરંતુ તેનો અભિપ્રાય આવવાનો બાકી છે. બીજી તરફ મંગળવારે બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડમાં સાત આરોપીની જામીન અરજી પર સુનાવણી યોજવામાં આવશે.
બોગસ લાઇસન્સના આધારે હથિયાર-કારતૂસ ખરીદી કરવાના કેસમાં ઝડપાયેલા જયેશ ઉર્ફે નનુ દેવાભાઇ સરૈયા, કનુભાઇ વનાભાઇ ગમારા, પિયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઇ દેસાઇ, સતિષ મોહનભાઇ ગમારા, રમેશભાઇ કુંવરાભાઇ વરુ, અશોક રમેશભાઇ કલોત્રા અને ઉમેશ ઉર્ફે બાબુ ડાહ્યાભાઇ આલે જામીન મેળવવા અરજી કરી છે. જેમાં તેમના એડવોકેટ જગત વી. પટેલ અને નિસાર વૈદ્યે એવી રજૂઆત કરી છે કે, અમે કોઇ જ હથિયાર લાઇસન્સ બનાવ્યા નથી, અમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, અમે કોઇ જ સરકારી દસ્તાવેજ બોગસ રીતે બનાવ્યો નથી કે ક્યાંય રજૂ કર્યો નથી, અમને તો હથિયાર લાઇસન્સ બોગસ હોવાની પણ જાણ ન હતી, અમને જેમને લાઇસન્સ અપાવ્યા તેમણે તે ઓરિજનલ અને માન્ય હોવાનું કહી આપ્યા છે. આમ, અમે આરોપી નહીં, પરંતુ ભોગ બનનાર છીએ, અમે નિર્દોષ છીએ અને ક્યાંય નાસી કે ભાગી જઇએ તેમ નથી, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ. તેથી જામીન મુક્ત કરવા જોઇએ.
બીજી તરફ એટીએસએ કરેલી એફિડેવિટમાં એવી રજૂઆત કરી છે કે, જયેશ સરૈયા, કનુભાઇ ગમારા, પિયુષ દેસાઇ અને સતીષ ગમારાને મુકેશ રણછોડભાઇ બામ્ભાએ 10-10 લાખ રૂપિયા લઇ તમેન્ગલોન્ગ મણિપુરના વર્ષ 2025માં હથિયાર લાઇસન્સ આપ્યા હતા, પરંતુ લાઇસન્સમાં તારીખ 2017ની લખવામાં આવ્યું છે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો બોગસ સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે, જ્યારે રમેશ, ઉમેશ અને અશોકના લાઇસન્સ વિરાજ નામના આરોપીએ 14-14 લાખ લઇ અપાવ્યા હતા, આ તમામ આરોપીઓના સીડીઆર જોતા તેઓ ક્યારેય નાગાલેન્ડ ગયા જ નથી, તેમણે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ પણ લીધી નથી, આમ છતાં બોગસ લાઇસન્સ પર હથિયાર ખરીદ્યા બાદ કારતૂસ ફાયર પણ કર્યા છે, આરોપીઓએ સમાજ અને લોકોમાં પોતાનો રૂઆબ અને વટ બતાવવા માટે હથિયાર લાઇસન્સ ખરીદ્યા છે. આ મામલે વધુ સુનાવણી મંગળવારે ગ્રામ્ય કોર્ટમાં યોજાશે.
કયા આરોપીએ કેટલા હથિયાર અપાવ્યા
(હથિયાર શોકતઅલી અને આસિફે હરિયાણાથી આપ્યા હતા)
હથિયાર લીધું ત્યારે રમેશ 16 વર્ષનો હતો!
પોલીસ તપાસમાં એવી વિગત ખૂલી છે કે, રમેશ વરુની જન્મ તારીખ 4 ડિસેમ્બર 1982 છે અને હથિયારમાં લાઇસન્સમાં તારીખ 5 મે 1998 લખેલી છે. આમ, તેણે હથિયાર લાઇસન્સ લીધું ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. 20 સપ્ટેમ્બર 2011ના રોજ હથિયાર લાઇસન્સની રીટેશનશીપ મંજૂર કરવામાં આવી છે, પરંતુ રીટેનર તરીકે તેમાં રમેશનું નામ જ નથી. આજ રીતે અશોક કલોત્રા અને ઉમેશ આલનું લાઇસન્સ લેવામાં આવ્યું છે. તેમણે પણ લાઇસન્સ લીધું ત્યારે તેઓ માત્ર સાત વર્ષનો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech