ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર દેવળિયા ગામ પાસેની ખાનગી કંપની નજીકથી જી.જે. 10 ટી.ડબલ્યુ. 6599 નંબરની સીએનજી રીક્ષા લઈને જામનગર તરફ જઈ રહેલા છત્રસિંહ અગરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાનના રીક્ષાને આ માર્ગ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈપૂર્વક ચલાવી, છત્રસિંહની રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભરતસિંહ અગરસિંહ વાઢેર (ઉ.વ. 36, રહે. પુનીતનગર, જામનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ અજાણ્યા મોટરકાર સામે આઈપીસી કલમ 279, 304 (એ)તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. ડીજી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઝેરી ટીકડા પી જતા આંબલીયારાના યુવાનનું મૃત્યુ
ભાણવડ તાબેના આંબલીયારા ગામે રહેતા અશોકભાઈ પોપટાભાઈ સુરેલા નામના 27 વર્ષના કોળી યુવાને તા. 23 મી ના રોજ ઈન્દ્રેશ્વર મંદિરના પુલ પાસેના ઝાડ હેઠળ ઝેરી ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પિતા પોપટાભાઈ પુંજાભાઈ સુરેલાએ ભાણવડ પોલીસને કરી છે.
ઓખામાં અજાણ્યા ભિક્ષુકને હૃદયરોગનો હુમલો
ઓખામાં આવેલી વિરામ આશા ઓફિસની પાછળના ભાગના રેલવે ટ્રેક પાસેથી આશરે 55 થી 60 વર્ષના અજાણ્યા ભિક્ષુક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વૃદ્ધનું મૃત્યુ ગઈકાલે સોમવારે હૃદયરોગના હુમલાના કારણે અથવા અન્ય કોઈ કારણસર થયું હોવાથી અંગેની જાણ નગરપાલિકાના અશ્વિનભાઈ વેગડ દ્વારા ઓખા મરીન પોલીસને કરવામાં આવી છે. જે અંગે ઓખા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMરાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી
November 20, 2024 04:13 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech