ઢીકાપાટુ અને કડુ માર્યાની બે પાડોશી શખ્સ સામે રાવ
જામનગરના રણજીતસાગર રોડ પ્રણામી ટાઉનશીપ પાસે ગાડી સરખી ચલાવવાના મામલે બબાલ થતા કુંભાર યુવાનને માર માર્યાની આ વિસ્તારમાં રહેતા બે શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના રણજીતસાગર રોડ, પ્રણામી ટાઉનશીપ ૧, શેરી નં. ૨માં રહેતા સંજય ધીરેનભાઇ ધંધુકીયા (ઉ.વ.૨૦) નામનો યુવાન તા. ૨૩ના બપોરના અઢી વાગ્યાના સુમારે પોતાના ઘર બહાર નીકળતા આરોપી હિતેશ તેની એકસેસ બાઇક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના પગમાં ઠોકર મારી નીચે પછાડી દીધો હતો.
આથી સંજયએ તેને કહેલ કે આમ ગાડી ચલાવાય ? આથી આરોપી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો કહયા હતા, દરમ્યાન બીજો આરોપી ત્યા આવી જતા બંનેએ એક સંપ કરી, ગાળો આપી માર માર્યો હતો અને હાથમાં પહેરવાના કડા વડે સંજયને માથામાં ઇજા પહોચાડી હતી.
સંજયભાઇએ આ બનાવ અંગે સીટી-એ ડીવીઝનમાં રણજીતસાગર રોડ પ્રણામી ટાઉનશી ૧ શેરી નં. ૨માં રહેતા હિતેશ જોઇસર અને રવિ જોઇસર નામના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech