આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં વહેલી સવારે આગ ભભુકી : દંપતિ, માતા અને સાત માસની બાળકીના મૃત્યુથી ભારે અરેરાટી : ગુગળી બ્રાહ્મણ સમાજમાં શોકનો માહોલ
દ્વારકામાં ગઇકાલે વહેલી સવારે રહેણાંક મકાનમાં આગ લાગતા પરિવારના ચાર લોકોના મૃત્યુ થતા કણાંતીકા સર્જાઇ હતી અને પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી, હતભાગીઓની એકી સાથે અંતીમ યાત્રા નીકળતા વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી.
મળતી વિગત મુજબ દ્વારકામાં આદીત્ય માર્ગ પર વર્ષોથી રહેતા પાવન કમલેશભાઇ ઉપાઘ્યાય (ઉ.વ.30) તથા તેમના પત્ની તીથીબેન (ઉ.વ.27), ઘ્યાના (7 માસ) અને ભામીનીબેન કમલેશભાઇ ઉપાઘ્યાય આ ચારેય પરિવારના સભ્યો ઘરે ઉંઘમાં હતા ત્યારે કોઇપણ અગમ્ય કારણસર મમાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે પરિવાર દાઝી ગયો હતો, વહેલી સવારના આગના બનાવથી ભારે દોડધામ મચી ગઇ હતી.
આસપાસના રહેણાંક તથા જાહેર માર્ગ હોવાના કારણે અવર જવર કરનાર લાોકોએ તાકીદે તંત્રને જાણ કરતા પાલીકા અને પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે પહોચ્યો હતો, જોતજોતામાં લાગેલી આગના કારણે આ પરિવારના ચાર સભ્યને સરકારી હોસ્પીટલમાં તાબડતોબ લઇ જવામાં આવ્યો હતો, જો કે ચારેય સદસ્યોને મૃત જાહેર કરવામાં આવતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
મૃતક પાવનભાઇ પરિવારના મોભી પુત્ર હતા, તેમના બનાવવાળા મકાનની બહાર છેલ્લા બે વર્ષથી ફાસ્ટફુટ અને જયુસ સેન્ટરની દુકાન ચલાવતા હતા, મળતી વિગત મુજબ રાત્રીના એક વાગ્યાની આસપાસ તેમનો વેપાર-ધંધો બંધ કરીને તેમના આ મકાનમાં સુઇ ગયા હતા એ પછી મધરાત્રીના કે વહેલી સવારે બનાવ બન્યો હતો તેમજ શોટ સરકીટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
મૃતકનો પરિવાર દ્વારકાધિશ મંદિરની પુજાની વ્યવસ્થા તથા ગુગળી જ્ઞાતીની દરેક સેવાકીય પ્રવૃતી સાથે સંકળાયેલ હતો, તેમના સગા-સબંધીઓ દ્વારકાધિશ મંદિરની સેવાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલ છે, અંદાજે 4 હજાર જેટલી વસ્તી ધરાવતા ગુગળી સમાજમાં આ બનાવ અંગેની વાત વાયુ વેગે પ્રસરી જતા સમગ્ર સમાજ સ્તબ્ધ થઇ ગયો હતો અને જગત મંદિર ખાતે મંગળા આરતીના સમયે જ દર્શન કરવા આવેલા ગુગળી સમાજના લોકોમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.
આગનું ચોકકસ કારણ બહાર આવ્યુ નથી, શોટ સરકીટનું અનુમાન લગાવવામાં આવી રહયું છે, આગના કારણે ધુમાડાના ગોટા અને ગુંગળામણથી મૃત્યુ થયાનું તારણ લગાવ્યું છે, પોલીસ દ્વારા પીએમ સહિતની કાર્યવાહી કરી હતી ઉપરાંત બનાવ સબંધે પંચનામું કરીને તપાસ આગળ ધપાવી છે. આ બનાવને દ્વારકા પંથકમાં ભારે અરેરાટી સાથે કણાંતીકા સર્જી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેહિસાબ કમાણી સાથે કાઈલી જેનર બની ટોપ સેલિબ્રિટી
November 19, 2024 12:05 PMલાઈવ કોન્સર્ટમાં આયુષ્માન પર ડોલરવર્ષા
November 19, 2024 12:02 PMબોયફ્રેન્ડ એ ફિલ્મ છોડવા કહ્યું તો નયનતારાએ એને જ છોડી દીધો
November 19, 2024 11:59 AMઆખરે 'ઇમરજન્સી'ને લીલીઝંડી, આ તારીખે થશે રીલીઝ
November 19, 2024 11:58 AMટ્રમ્પ અને પુતિન ખાવા-પીવાનું ભૂલી શકે પરંતુ આ બ્રીફકેસ ક્યારેય નથી ભૂલતા! જાણો આટલું ખાસ કેમ
November 19, 2024 11:58 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech