દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વરસી ગયેલા 55 ઈંચ સુધીના વરસાદથી ઠેર ઠેર વ્યાપક તારાજી સર્જાઈ છે. ત્યારે જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સરકાર દ્વારા તાકીદે સરવે કરી અને લોકોને સહાય ચૂકવવામાં આવે તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે શુક્રવારે જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, ભીખુભાઈ વારોતરીયા, રાજ્યના કિસાન અગ્રણી પાલભાઈ આંબલીયા, વિગેરેના નેજા હેઠળ મોટી સંખ્યામાં જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખેડૂતો એકત્ર થયા હતા અને ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા તાત્કાલિક સરવે કરાવી અને અસરગ્રસ્તોને યોગ્ય સહાય ત્વરિત મળે તે બાબતે કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને વિવિધ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન મોટી સંખ્યામાં અસરગ્રસ્તો પણ સાથે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝનાનામાં નસિગ સ્ટાફે સરકારી ખર્ચે કરાવેલા લેબ ટેસ્ટિંગનો રિપોર્ટ હવે તપાસ સમિતિ આપશે
November 19, 2024 04:09 PMઇચ્છાધારી ઇજનેરોએ રોડ ઉપરના ખાડા યથાવત રાખી સિટી બ્યુટીફિકેશન શરૂ કયુ
November 19, 2024 04:07 PMરાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળો વધુ વિકસીત કરાશે
November 19, 2024 04:06 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજાઈ
November 19, 2024 04:05 PMજામનગરની મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહોદયના આત્મજનો શુભ વિવાહ પ્રસ્તાવ
November 19, 2024 04:03 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech