પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલા મુદ્દાઓ બાબતે પ્રાંત અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી બ્રીજેશ કાલરીયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી તેમજ હાલમાં સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું પણ આયોજન કરાયું હતું.
બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી મળતી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોની, મુખ્ય કારકુનએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલા મુદ્દાઓ બાબતે પ્રાંત અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રૂ.૬ લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. આ ઉપરાંત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરના કમાન્ડર સંદીપ જયસ્વાલ (નિવૃત) એ સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, તારીખ ૦૧/૦૪/૨૦૨૪ થી તારીખ ૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં ૨૧ પરિવારોને રૂ.૫,૬૪,૨૫૦ ની માસિક આર્થિક સહાય, એક પરિવારને રૂ.૨૭,૫૦૦ ની દીકરી લગ્ન સહાય તેમજ ૪ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.૪૦,૦૦૦ ની એમ કુલ રૂ.૬,૩૧,૭૫૦ ની સહાય આપવામાં આવી છે.
બેઠકમાં પ્રાંત અધિકારીએ પુર્વ સૈનિકો તથા સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર રીતે લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરીને સર્વેને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
ઉક્ત સમીક્ષા બેઠકમાં ઈન્ડીયન આર્મી, ઈન્ડીયન નેવી અને ઇન્ડીયન એર ફોર્સના અધિકારીઓ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, ઇન્ડીયન એરફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખશ્રીઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech