પ્રેમમાં યુવક–યુવતીઓને દગો મળતા હૃદય કાચની માફક તૂટી જતું હોવાથી સતત ડિપ્રેશનમાં આવી સુસાઈડના વિચારો કરતા યુવક-યુવતીઓ અંતે પોતાના પરિવારનો પણ વિચાર કર્યા વગર જિંદગીને અલવિદા કરતા જોવા મળે છે. ત્યારે રાજકોટમાં પણ પ્રેમીએ બેવફાઇ કરતા પ્રેમિકાએ પ્રેમીના કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, રફીક તે મારી સાથે શું કામ આવું કર્યું, ૧૭ વર્ષ થયાં હવે કેમ નથી સંબંધ રાખવા, તે મને મરી જવાનું કહ્યું. સ્યુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી છે.
યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા કેવલમ રેસિડેન્સી આવાસ ક્વાર્ટરમાં કસાનાબેન ઓસમાણભાઈ જુણેજા (ઉં.વ.૩૨) નામની યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. સાથે રહેતો મૂળ ટંકારાનો પ્રેમી રફીક ઉંમરભાઈ ભાણું ક્વાર્ટર પર આવતા પ્રેમિકાને લટકતી હાલતમાં જોઈ મૃતકની મોટી બહેનને ફોન કરી બનાવની જાણ કરતા યુવતીના પરિવારજનો દોડી ગયા હતા અને ૧૦૮ને જાણ કરતાં ઇએમટીએ યુવતીને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ ડી.બી. કારેથા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસને મૃતકના સલવારમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી.
મને બીજે નિકાહ કરવાં ન દીધા
જેમાં પ્રેમીને સંબોધી લખ્યું હતું કે, રફીક તે મારી સાથે શું કામ આવું કર્યું, ૧૭ વર્ષથી સંબંધ હતો અને હવે કેમ નથી રાખવો? આપણે નિકાહ કર્યા તેને પણ ૧૩ વર્ષ થયાં છે અને તે મને મરી જવાનું કહ્યું, આખી જિંદગી સાથે રાખીશ, તારા ઘરમાં લઈ જઈશ, તો તે મરી જવાનું કેમ કહ્યું, તું મારા હકમાં હતી, તને બધું આપીશ, હવે તું એમ કહે છે મરી જા, તને આટલી બિક હતી તો મારી જિંદગી કેમ બગાડી, મને બીજે નિકાહ કરવાં ન દીધા અને કહેતો કે કસાના બીજે નિકાહ કરીશ તો હું મરી જઈશ સહિતનું લખાણ લખ્યું હતું. આ ઉપરાંત પોલીસને યુવતીના મોબાઇલમાંથી આપઘાત પૂર્વેનો એક વીડિયો પણ મળી આવ્યો છે. યુવતીએ જે ક્વાર્ટરમાં આપઘાત કર્યો એ પ્રેમી રફીક ભાણુંનું ક્વાર્ટર હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પાંચ ભાઈ–બહેનમાં વચેટ હતી.
રફીકે ૧૩ વર્ષ પહેલા નિકાહ પણ કર્યા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને રફીક સાથે છેલ્લા ૧૭ વર્ષથી પ્રેમ સબધં હતો અને બંને સાથે રહેતાં હતાં, રફીકે ૧૩ વર્ષ પહેલા નિકાહ પણ કર્યા હતા પરંતુ કેટલાક સમયથી રફીક ત્રાસ આપતો હતો અને વારેવારે મરી જવાનું કહેતો હતો. કસાના ફોન કરતી હોય તો ફોન રિસીવ કરતો ન હતો અને છેલ્લે મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા અંતે યુવતીએ કંટાળી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે રફીક સામે મરવા મજબુર કર્યા અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પુત્રીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરમાં ફૂલની માળા બનાવીને મહિલાઓ ગાઇ રહી છે લગ્નગીતો
April 04, 2025 02:43 PMરુકમણીનું હરણ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ દોડાવ્યો હતો રથ
April 04, 2025 02:41 PMમધુવનમાં આવેલ કદમકુંડનું અને ઐતિહાસિક મહત્વ
April 04, 2025 02:39 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech