દ્વારકામાં પ્રવેશદ્વારો-હોટલો-રસ્તાઓ ઝળહળ: સાઉન્ડ એન્ડ લાઇટ શોની જમાવટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ ફેબ્રુઆરીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન બ્રીજનું લોકાપર્ણ કરવાનાં છે ત્યારે તેઓ દ્વારકા જગતમંદિરે પણ દર્શનાર્થે આવનાર હોય જગત મંદિરની સાથે જ સમગ્ર દ્વારકા નગરી રૌશનીથી ઝળહળી ઉઠી છે. વહીવટી તંત્ર દ્વારા સરકરી કચેરીઓને શણગારવામાં આવી છે ઉપરાંત ઇસ્કોન ગેઇટ, રબારી ગેઇટ વગેરે પ્રવેશદ્વારો પણ ઝગમગ થયા છે.
દ્વારકા હોટલ એસોસિએશનનાં પ્રમુખ ઈશ્વરભાઇ પરમારની આગેવાનીમાં તમામ હોટલ સંચાલકોએ પણ વડાપ્રધાનને વધાવવા પોતપોતાની હોટલોએ રૌશની કરતા રાત પડતા દ્વારકામાં બીજી સવાર પડી હોય એવી લાગણી થાય છે.
ગોમતી ઘાટ અને સુદામા સેતુ સહિતનાં સ્થળોએ લાઇટ એન્ડ સાઉન્ડ શો એ યાત્રિકો ઉપરાંત સ્થાનિકોને પણ મંત્રમુગ્ધ કરી દિધા હતાં. દ્વારકામાં કાયમી ધોરણે લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવે એવી માંગ પણ ઉઠી છે.
રસ્તા પરનાં વૃક્ષોમાં પણ લાઇટીંગ કરવામાં આવતા વિદેશોમાં ક્રિસમસ પર જેવો માહૌલ હોય એવું વાતાવરણ દ્વારકામાં વડાપ્રધાનનાં આગમન પહેલા જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન સાન્ટા રૂપે દ્વારકા માટે વિકાસકાર્યોની ભેટ પણ લઇ આવશે એવી અપેક્ષાએ પણ દ્વારકાવાસીઓનાં ઉત્સાહમાં વધારો કર્યો છે. ચારે તરફ રૌશની અને ઝળહળાટથી દ્વારકાએ અભૂતપૂર્વ આભા ધારણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિના જાણીતા કલાકારને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં સ્થાન
April 22, 2025 10:25 AMપોરબંદર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 108 જેટલા વિકાસકામ થયા મંજૂર
April 22, 2025 10:24 AMદ્વારકા: ઠાકોરજીને સુકા મેવાનો મનોરથ...
April 22, 2025 10:21 AMરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે યોજાયો સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
April 22, 2025 10:18 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech