પોરબંદરના હાઇવે પર વાહન અકસ્માતો વધી રહ્યા છે ત્યારે વાહનોમાં રિફ્લેકટર લગાવવાની કામગીરી કરવાની સાથે ચાર દિવસમાં એક લાખ ૨૮,૦૦૦ જેવો દંડ વસૂલવામાં આવ્યો છે.
પોરબંદર જીલ્લામાં હાઈવે પર વાહન અકસ્માતો ઘટાડવા જરૂરી પગલાં લેવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણને સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોરબંદર જીલ્લાના હાઈવે પર રોંગ સાઈડ,માલવાહક વાહનમાં પેસેન્જર બેસાડવા,રિફલેકટર્સ વગરના વાહનો,એલ.ઈ.ડી. લાઈટ રાખવી વિગેરે ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ દ્રારા દંડકીય કાર્યવાહી કરવામાં આવેલ હતી આ ઉપરાંત વાહનોમાં રિફલેકટર્સ લગાવવાની કામગીરી કરવામાં આવેલ હતી..પોરબંદર જીલ્લા પોલીસ દ્રારા વાહનચાલકોને પોતાના વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા તેમજ વાહનોમાં લગાવેલ એલ.ઈ.ડી.લાઈટ સ્વેચ્છાએ દૂર કરવા અપીલ કરવામાં આવેલ છે.. આગામી દિવસોમાં વાહન ચેકિંગ દરમ્યાન એલ.ઈ.ડી.લાઈટ વાળા વાહનો મળી આવ્યે પોલીસ દ્રારા કાયદેસર કાર્યવાહી કરી એલ.ઈ.ડી.લાઈટ દૂર કરવામાં આવશે.પોરબંદર જીલ્લામાં હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી તથા એલ.ઈ.ડી. લાઇટ તથા અન્ય ટ્રાફિક નિયમોના ભંગને કારણે અકસ્માતોનુ પ્રમાણ વધવા પામેલ હોય જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છેલ્લા ચાર દિવસમાં સમાધાન શુલ્ક પેટે દંડ રૂ. એક લાખ અઠ્ઠાવીસ હજાર વસૂલ કરવામાં આવેલ હતો.આ ઝુંબેશમાં ટ્રાફિક પી.એસ.આઈ. કે.બી.ચૌહાણ તથા એ.એસ.આઈ. બી.કે.ઝાલા, કે.બી.પરમાર તથા ડ્રા.મયુરભાઈ બાલશ, ટી.આર.બી. જવાન ભાવિન મેઘનાથી,કુલદિપ સરવૈયા જોડાયા હતા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસવારે થોડી મિનિટો તમારા માટે કાઢો, ઘણી સમસ્યાઓ થશે દૂર
November 18, 2024 03:46 PMઓમનગર સર્કલ પાસે રેઢી પડેલી કારમાંથી બે લાખનો દારૂ ઝડપાયો
November 18, 2024 03:43 PMપતિએ ઝઘડો કરી થપ્પડો મારી દેતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
November 18, 2024 03:41 PMસીએનજી ભઠ્ઠીમાં મૃતદેહને અગ્નિદાહ આપતા સાત કલાકનો સમય લાગે છે.. !
November 18, 2024 03:40 PMરાજકોટ જિલ્લાના ૨૨૫૬ મતદાન બુથમાં એક જ દિવસમાં આવ્યા ૧૦,૬૦૦થી વધુ ફોર્મ
November 18, 2024 03:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech