વગર મહેનતે રાતોરાત પૈસાદાર થવા માંગતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જામનગરના બેડેશ્ર્વરમાં ચિકોરી પાવડરનું કારખાનું ચલાવતા એક વેપારીને દર મહિને ૨૫ ટકા રિર્ટનની લાલચમાં પચાસ લાખથી વધુ માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા અને બેડેશ્ર્વરમાં ચિકોરી પાવડરનું કારખાનું ચલાવત ધવલ ભરતભાઇ શાહ (ઉ.વ.૩૨) છેતરપિંડીનો ભોગ બન્યા છે. ધવલભાઇને ગત તા. ૧૫.૩.૨૦૨૨ ના રોજ તેમના મોબાઇલ નંબર પર પ્લાસ્ટીક કોમોડીટીમાં ઓનલાઇન રોકાણ કરવા અંગે વિવાન નામના વ્યકિતએ મેસેજ કરતાં ધવલભાઇએ રોકાણ માટે રસ દાખવતાં ઠગબાજે તેમના મોબાઇલમાં આઇડેક્ષ નામની મોબાઇલ એપ્લીકેશનની લીન્ક ઇન્સ્ટોલ કરાવેલી અને આમાં રોકાણ કરશો તો દર મહિને ૨૫ ટકા રિર્ટનની લાલચ આપી હતી.
ધવલભાઇએ ૨૪.૩.૨૦૨૨ના રોજ આ એપ્લીકેશનમાં દર્શાવેલ ખાતા જેન લીન ટેકનોલોજીસ પાવર લીમીટેલમાં રૂા. ૫૦ હજાર ટ્રાન્સફર રૂા. ૫૧૩૦ નો નફો થતા તેમણે રૂા. એક હજારની રકમ વીડ્રો કરતાં ખાતામાં જમા થઇ જવાથી ધવલભાઇને વિશ્ર્વાસ બેસી ગયો હતો. અને વધુ વળતરની લાલચમાં બે મહિનામાં રૂા. ૫૦,૦૪,૦૭૫ જેટલી માતબર રકમ ભર્યા બાદ એપ્લીકેશનમાંથી રકમ વિડ્રોલ ન થતાં તેમજ ઠગબાજનો મોબાઇલ ફોન પણ બંધ આવતાં પોતે છેતરાયા હોવાનું અહેસાસ થયો હતો.
ત્યારબાદ તેમણે ઓનલાઇન અરજી કરતાં જામનગર સાયબર ક્રાઇમ સેલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech