જામનગર-ધ્રોલમાં જુગાર રમતી ૩ મહિલા સહિત ૭ની અટકાયત

  • May 15, 2025 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના શંકરટેકરી વિસ્તાર સુભાષપરા-૨માં જાહેરમાં ગંજીપતા વડે તિનપતીનો જુગાર રમતા ૩ મહિલાની અટકાયત કરવામાં આવી હતી, જયારે રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક બાવળની ઝાડીમાં જુગાર રમતા ૪ શખ્સોને રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા.


શંકરટેકરી વિસ્તારમાં આવેલ સુભાષપરા-૨માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા સુભાષપરાના ભાનુબેન કમલેશ કંબોયા, અંધાશ્રમ આવાસ બ્લોક ૩૩માં રહેતી મનાલીબેન અશોક ગુડકા અને સુભાષપરાના તનુબેન ધર્મેશ આલીખાની અટકાયત કરી રોકડા ૧૩૦૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા.
​​​​​​​

અન્ય દરોડામાં રાજકોટ-જામનગર હાઇવે ધ્રોલ નજીક કાચા રસ્તે બાવળની નીચે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ધ્રોલ ભરવાડ શેરીમાં રહેતા બાબુ બચુ ગોલતર, વિશાલ મોમ ભુંડીયા, ચામુંડા પ્લોટના વિજય ખેંગાર પરમાર અને જોડીયાની ભરવાડ શેરીમાં રહેતા મુન્ના ઉર્ફે જીજ્ઞેશ ધ્રાંગીયાની અટકાયત કરી હતી અને ૧૧૨૦૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application