જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ૬ રસ્તાઓ બંધ

  • August 26, 2024 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરજિલ્લામાં છેલ્લા બે દીવસથી સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૬ રસ્તાઓ હાલ બંધ છે. આ છ રસ્તાઓ જેમાં નાની માટલી મોટી માટલી રોડ પર વરસાદના કારણે નદીમાં પુર આવવાથી કોઝવે ધોવાણ થવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. 


સુમરા પિપરટોડા રોડ, રામપર રોડ, કાલાવડ મોરીદડ દડવી રોડ, કાલમેઘડા અનીડા રોડ, નાની વાવડી લક્ષમીપુર ગોલણીયા રોડ ઓવર ટોપીંગ થવાના કારણે બંધ છે.


ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે પણ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application