રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ નજીક સીટી બસ હડફેટે ચાર નાગરિકોના કરૂણ મોતની ઘટના પછી હજુ પણ સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવાની ગાડી પાટે ચડી નથી. આજની સ્થિતિએ સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાની કુલ ૨૩૪માંથી ૧૫૨ બસ હજુ પણ બંધ છે. તા.૧૬ એપ્રિલથી દરરોજ આવી સમસ્યા સર્જાઇ રહી છે. છેલ્લા એક મહિનાથી રૂટ મુજબની તમામ બસો દોડતી નથી જેથી મુસાફરોમાં દેકારો બોલી રહ્યો છે. સિટી બસ સેવા ઉપરાંત બીઆરટીએસ બસ સેવામાં પણ સિટી બસ ની એજન્સી હસ્તકની ૧૫ બસ છે જે પણ હાલ બંધ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ટેન્ડરની શરતો અનુસાર બન્ને એજન્સીઓને પીએમઆઇ અને મારૂતીને પ્રતિ દિવસ દીઠ પ્રતિ બસ દીઠ રૂ.૧૦ હજારની પેનલ્ટી કરવામાં આવી રહી છે. અમુક ડ્રાઈવરો એવું કહે છે કે અમને ડબલ શિફ્ટમાં કામ આપો તો જ નોકરી કરવી છે ! હાલમાં કુલ ૧૫૨ સિટી બસ બંધ છે.સિટી બસ સેવા અને બીઆરટીએસની કુલ ૨૩૪ બસમાંથી માત્ર ૮૨ બસ જ ચાલુ છે, જ્યારે ૧૫૨ બસ બંધ છે. છેલ્લા એક મહિનાથી પૂરી સંખ્યામાં બસો દોડતી નથી. એજન્સીઓને અવારનવાર તાકીદ કરાઇ છે તેમ છતાં ટેન્ડરની શરતોનો ભંગ ચાલુ રાખતા રોજ 200 કિમી સંચાલનની શરતના ભંગ મુજબ પ્રતિ બસ દીઠ પ્રતિ દિવસ રૂ.૧૦ હજારનો દંડ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMરાજકોટમાં નર્સની હત્યા કરનાર હત્યારો વિકૃત, મોબાઈલ ફોનમાં થોકબંધ અશ્લીલ વીડિયો મળી આવ્યા
May 14, 2025 04:41 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech