સુરતના કતારગામ વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરી કરી સાવરકુંડલામાં ફેરવતી વખતે શખસને અમરેલી એલસીબીએ ટેક્નિકલ સોર્સની મદદથી ઝડપી લઈ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ અમરેલી એલસીબીના પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરીમાં એલસીબી એએસઆઇ યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સુરત પાસિંગની જી.જે.૦૫.એલ.એસ.૫૨૨૯ નંબરની બાઈક લઈને નીકળેલો શખસ શંકાસ્પદ લાગતા તેને રોકી નામ પૂછતાં પોતાનું નામ વિજય લખમણભાઇ રાઠોડ (રહે.ભુવા, કોળીવાસ, તા.સાવરકુંડલા)નો જણાવ્યું હતું. પોલીસે શખસ પાસેથી મોટરસાઇકલના કાગળો માગતા તે પોતા પાસે ન હોવાનું કહેતા ટેક્નિકલ સોર્સની મદદથી બાઇકના નંબર અને ચેસીઝ નંબરના આધારે તપાસ કરતા બાઈક સુરતના કતારગામમાં રહેતા વ્યક્તિના નામે હોવાનું ખુલતા શખસની આકરી પુછપરછ હાથ ધરતા આ બાઈક પોતે સુરતના કતારગામ,ગુરૂકૃપા સોસાયટી પાસે હાથી મંદીર, લક્ષ્મીકાંત આશ્રમ રોડ ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે બાઈક કબ્જે કરી સુરત પોલીસમાં તપાસ કરતા સિંગણપોર – ડભોલી પોલીસ મથકમાં આ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવાઈ હોવાનું જણાયું હતું. પોલીસની વધુ તપાસમાં વિજય સામે બે સાવરકુંડલા અને એક કામરેજ પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલા છે. શખસની કાયદેસરની ધરપકડ કરી સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech