પોરબંદરના સ્થળાંતરિત કરેલી ત્રીસ સગર્ભા બહેનોમાંથી ૧૭ ની પ્રસુતિ થઈ છે.પોરબંદર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે ભારે પવન સાથે અતિભારે વરસાદ પડ્યો હતો.અતિભારે વરસાદ પડ્યો હોવાના પગલે જિલ્લા વહીવટીતંત્ર લોકોની સલામતી અને રાહત બચાવની કામગીરી માટે ખડે પગે રહ્યું હતું.
જિલ્લા પંચાયત દ્વારા અતિભારે વરસાદની કપરી સ્થિતિમાં લોકોના સ્થળાંતર સહિતની વિશેષ કામગીરી કરવામાં આવી હતી.આ અંગે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના અનુસંધાને આગોતરું આયોજન કર્યું હતું.જે ગ્રામ્ય વિસ્તારોમાં પુરના પાણી આવવાની શક્યતાઓ હતી.ભાદર નદી, ઓઝત નદીના પુરથી જે ગામો વાહન વ્યવહારથી સંપર્ક વિહોણા થવાની શક્યતા હતી ત્યાં આરોગ્ય વિભાગના તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચને ધ્યાને રાખી એવા સગર્ભા બહેનો કે જેઓની પ્રસુતિની તારીખ આગાહીના સમય દરમિયાન હતી તેઓને પોરબંદરની હોસ્પિટલ તથા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે અગાઉથી સ્થળાંતરીત કરવામા આવ્યા હતા.૩૦ સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળાંતરીત કરાયા હતા. આ ૩૦ બહેનો પૈકી ૧૭ બહેનોની સુખરૂપ પ્રસુતિ આરોગ્ય વિભાગ દ્વારા આ સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી.પ્રસુતા બહેનોને આરોગ્ય વિભાગના તંત્રની કાબિલેદાદ કામગીરીથી કોઈ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડ્યો ન હોવાથી જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી બી.બી. કરમટા અને તેઓની ટીમની કામગીરીને બિરદાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech